Shree Dwarkadhish Kathiyavadi

Shree Dwarkadhish Kathiyavadi શુદ્ધ કાઠીયાવાડી દેશી ભાણું, રાજકોટન?

Special undhiyu and jalebi....
13/01/2022

Special undhiyu and jalebi....

14/10/2021

દશેરા નિમિત્તે ફાફડા જલેબી

શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ
14/10/2021

શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

*કડવા વેણ મોઢે કહે*,*હૈયામા કાયમ હેત*,*એના મેલા ન હોય પેટ*,*ઈ સાચા મિત્ર શામળા**༺꧁ જય દ્વારકાધીશ ꧂༻* *༺꧁જય શ્રી  કૃષ્ણ꧂༻...
01/08/2021

*કડવા વેણ મોઢે કહે*,
*હૈયામા કાયમ હેત*,
*એના મેલા ન હોય પેટ*,
*ઈ સાચા મિત્ર શામળા*

*༺꧁ જય દ્વારકાધીશ ꧂༻*

*༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*

*કૃષ્ણ સદા સહાયતે*

*શ્રી કૃષ્ણમ્ વંદે જગતગુરુમ્*

🙏 *મિત્રતા દિવસ ની શુભકામનાઓ*🙏

*ગાંઠીયાનો_મહિમા* શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી વસ્તુ બવ મોંઘેરી અને જાજરમાન વેચું છું લોકો ઈમાન વહેચે છે અને હુ મુસ્કાન વહ...
29/07/2021

*ગાંઠીયાનો_મહિમા* શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી

વસ્તુ બવ મોંઘેરી અને જાજરમાન વેચું છું
લોકો ઈમાન વહેચે છે અને હુ મુસ્કાન વહેચું છું

સાહેબ આ આણંદ ચરોતરમાં છે આ ચરોતરમાં કાઠિયાવાડી ગાંઠિયા ને બધા ગોઠિયા કહે છે અને હું તે વેચું છું એટલે તમે ગાઠીયાવાડ કહી દો તો વાંધો નહી કેમ કે અહીયા ના લોકો ચણા ના લોટ ને સોના અને ચાંદી કરતા વધુ મુલ્યવાન ગણે છે . આમ તમે જોવો ને તો સાંજ પડીયે દોઢ કરોડ ના ગાંઠીયા અને ચા ખવાય જાય અને પીવાય જાય . 😀😀

ડખો થયો હોય તો એનું સમાધાન પણ અહી થાય અને જો કોઈ ચા ગાંઠીયા નો વિવેક ન કરે તો ઈ વાત પર અહિ ડખો પણ થઈ જાય . 😂

એટલે જ કહે છે કે
ભડકે ઈ ભેંસ નહી 🐃
બેસે એ ઘોડો નહી 🐴
ગાંગરે નહી એ ગાય નહી 🐂
જાગે નહી એ કુતરૂ નહી 🐶
હસે નહી એ માણસ નહી 👨
અને
ગાંઠીયા ન ખાય એ ગુજરાતી નહી 😎

કેમ કે એવા કેટલાય મારા જેવા નિચાસર વ્યક્તિ રાતે દોઢ વાગે ગાંઠિયા ખાય એના આત્મા ને મોક્ષ મળે છે .

એવા કેટલાય દાખલા છે કે જ્યા ગાંઠીયા ની રેકડી હોય ને ત્યા એના ઉપવાસ અને એકટાણા શહિદ થય ગયા હોય . આમતો ગાંઠીયા ની રેકડી ન હોય ગાંઠીયા ના રથ હોય . અને ઘાસલેટ ના ડબ્બા જેવડા અક્ષરે લખેલ હોય અમારી કોઈ બીજી શાખા નથી કે એવુ અમારૂ મનગમતું ગાંઠીયા સેન્ટર છે . 😀😀

ગાંઠીયા ના મહિમા અપરમ્પાર છે . કેમ કે ગુજરાતી નુ એપેન્ડિક્સ ના ઓપરેશન કરાવ્યું તો 250 ગ્રામ ચણાનો લોટ નીકરીયા ના દાખલા છે એ વાત કહુ છુ તમને . 😉😉

ભાઇ તને બે- ચાર ગામ આપી દવ એવી મોજ આવે છે
કે ભાઇ તુ એવા ગાંઠીયા બનાવે છે 👌👌👌

દુર્લભ છે દેવતાઓને તીખા મરચા અને તીખી ચટણી અને કોઇ પૂણ્યશાળી આત્મા સાંજે ભજીયા ને પામે છે

છે ચણાનો લોટ ને સોના ની કઢાઇ સ્વર્ગ માં
પણ તારા જેવા ફાફડા ઉતારતા કેને ફાવે છે.

*શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી* ચિખોદરા ચોકડી ,આણંદ

21/07/2021
અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ ભગવાન દ્વારકાધીશ બધાને સુખી સમૃદ્ધ અને ખુશ રાખે તેવી પ્રાર્થના
12/07/2021

અષાઢી બીજ ની હાર્દિક શુભકામનાઓ ભગવાન દ્વારકાધીશ બધાને સુખી સમૃદ્ધ અને ખુશ રાખે તેવી પ્રાર્થના

14/04/2021

--- પાછું આવું થાય

ગલીએ ગલીએ મંડપ બઁધાય
શેરીઓમાં પંગત જમાય

હોસ્પિટલો થાય ખાલીખમ
ને હોટેલો ના હોલ ઉભરાય

સ્કૂલ ના ખંડ ધમધમે
ગ્રાઉન્ડ ઉપર વિદ્યાર્થી દેખાય

દવા ને ઇન્જેક્શન ના બદલે
થિયેટર માં લાઈનો દેખાય

માસ્ક થાય ભૂતકાળ ની વાત
હસતા ચેહરા આર્કષક દેખાય

રસ્તે દૌડતી એમ્બ્યુલન્સ ના બદલે
મેળા માં દૌડતી પબ્લિક દેખાય

ડોક્ટરો લે હાશ નો શ્વાસ
ને દુકાનદારો નવરા ના દેખાય

આવે પેપરમાં મેળાની વાતો
શ્રદ્ધાંજલિ નું પાનું ગૂમ થાય

તહેવારો ઉજવાય રંગેચંગે
દુનિયા પાછી ખુબસુરત થાય

થાય માનવજાત ને હાશકારો
નાપાક કોરોના ગૂમ થાય !!!

એવી માં ને પ્રાર્થના સહ...

🚩 ચૈત્રી નવરાત્રિ તેમજ હિન્દુ નવ વર્ષ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🚩

22/03/2021

નમસ્તે મિત્રો,

આ બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વિચારો એ તમારા તરફ ખેંચાય. તમે જે વિશે કહ્યા કરો, વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય.

આપણા વડવાઓ એટલે જ કહેતા કે શુભ શુભ બોલો !
આજે એવું વાતાવરણ રચાયું છે કે બધા રાત દિવસ કોરોનાની ચિંતા કરે છે, એની વાતો કરે છે ને એનો ભય સેવે છે.
સ્વાભાવિક છે કે વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે મોકલવા પૂરી તાકાતથી લાગી પડે. આપણા વાઈબ્રેશન્સ એને આપણી પાસે આવવા મજબુર કરે.

*ટૂંકમાં જે બોલો એવું થાય. એ કુદરતનો કાયદો છે.*

એટલે એનો ચેપ લાગશે તો શું થશે કે એનાથી ભયભીત રહેવાને બદલે આપણે એમ કહીએ કે

અમે તમામ પ્રકારના વાયરસથી મુક્ત છીએ. અમે સુખી, આનંદી, સ્વસ્થ અને શક્તિશાળી આત્મા છીએ.

તો આ શબ્દો, આ વિચાર વાતાવરણમાં અને આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન કરશે અને આ મનની શક્તિ આપણને કોઈપણ મુસીબતથી બચાવશે.

વિશ્વાસ કરો કે જો 1 % લોકો પણ આમ કહેવાનું અને વિચારવાનું શરૂ કરે તો અનંત પોઝીટીવ શક્તિઓ ખેંચાઈને આવશે.

*સેનિટાઈઝર ભલે ઉપયોગ કરો પણ દર કલાકે એક સેકન્ડ ઉપરના શક્તિશાળી વિચારની ઉર્જા પોતાની અંદર અને બહાર ફેલાવો.*
અને કહો કે જે કાંઈ પણ હોય, હું માત્ર પોઝીટીવ જ વિચારીશ.

ચાલો આ જ ઘડીથી એની અમલ શરૂ કરીએ.

મારા ઇષ્ટદેવ પ્રભુ શ્રી દ્વારકાધીશ દરેકની રક્ષા કરે અને દરેકને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના .
બોલો જય દ્વારકાધીશ

22/02/2021

શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી ચિખોદરા ચોકડી

22/02/2021

રાજકોટ ની પ્રખ્યાત ચા શ્રી દ્વારકાધીશ કાઠીયાવાડી ચીકોદરા ચોકડી

Address

Chikhodra Chokdi, Opp. Dimco Petrol Pump, Near. Savshanti Club, Anand/
Anand
388320

Alerts

Be the first to know and let us send you an email when Shree Dwarkadhish Kathiyavadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Dwarkadhish Kathiyavadi:

Share

Category