09/07/2025
જ્ઞાનનો દીપ પ્રગટાવતો પર્વ ગુરુપૂર્ણિમા, ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ઉજાગર કરતો એક મહાન પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. આ દિવસે આપણે સૌ ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, જેમણે આપણને જ્ઞાનનો માર્ગ બતાવ્યો અને જીવનને સાચી દિશા આપી.