19/04/2026
૩૦૪ વર્ષ પહેલા, ૧૭૨૩માં મહારાજા ભાવસિંહજી ગોહિલે માત્ર એક શહેર નહીં, પણ એક ઓળખ ઉભી કરી, ભાવનગર શહેરની.
આ શહેર માત્ર ઇતિહાસ નથી, આ તો જીવંત વારસો છે… દરેક ગલીમાં ગુંજતું ગૌરવ, દરેક ઇમારતમાં ઝળહળતું વૈભવ.
અહીં પરંપરા ફક્ત યાદોમાં નથી, પરંતુ રોજિંદી જીવનમાં જીવાય છે.
અહીં લોકોના દિલમાં જોડાયેલી લાગણીઓ, આ ધરતીને ખાસ બનાવે છે.
રાજવી પરંપરાનો આ વારસો પેઢીથી પેઢી સુધી વહેતો રહ્યો છે,
મહારાજા ભાવસિંહજીના વંશજોએ આ ગૌરવને જાળવી રાખીને શહેરની ઓળખને વધુ મજબૂત બનાવી છે.
તેમના સંસ્કાર, દૃષ્ટિ અને નેતૃત્વ આજે પણ ભાવનગરની આત્મામાં સ્પષ્ટ દેખાય છે.
સમય બદલાયો, પેઢીઓ બદલાઈ…
પણ ભાવનગરની શાન, સૌમ્યતા અને રાજવી આત્મા આજે પણ અડગ છે.
આ ગૌરવમય ધરતીને નમન,
સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
જય ભાવેણા 🙏🏻