31/08/2025
તારીખ 21/ 8 /2025 ના રોજ ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર ને પાંચ વર્ષ પૂરા થઈ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરેલ અને તે દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવેલ હતી. તે દિવસ દરમિયાન આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી તમામ દીકરીઓએ પોતાનામાં રહેલી છૂપી શક્તિ (કાર્યદક્ષતા) ને ખૂબ જ સરળ અને સારી રીતે ઉજાગર કરેલ હતી અને આ સંસ્થા બાબતે તેઓના પોતાના અંગત મંતવ્ય ખુલ્લા દિલથી રજુ કરેલ હતા આ દિવસ દરમિયાન બંને ટાઈમ દીકરીઓને તેમનું મનપસંદ ભોજન આપવામાં આવેલ હતું
આ પ્રસંગને અનુરૂપ આ સંસ્થાના સ્થાપક જબ્બરદાન ભાઈ ગઢવીએ આ સંસ્થાને રૂપિયા 3100000/ અંકે રૂપિયા એકત્રીસ લાખ પુરાનું અનુદાન આપેલ અને ગઢવી (ચારણ) સમાજની દીકરીઓ આ સંસ્થામાં રહીને અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે તેવા તેમના સંકલ્પને પૂરું કરવામાં એક ડગલું આગળ વધેલા હતા. આ ઉમદા કાર્યની સંસ્થાની તમામ દીકરીઓએ હૃદય પૂર્વક સરાહના કરી હતી..
ગ્રહ માતા,
શ્રીમતી આરતીબેન ગઢવી,
ગઢવી સમાજ કન્યા છાત્રાલય
આદિપુર કચ્છ